Thursday, November 25, 2010

GujJu tEStiEs

ક્યારેક એક્લતા જો કોરી ખાય
નીંદર જો તારી વેરણ થાય
તો મને યાદ કરજે તું ….
દૂર સંભળાતા કોયલના સૂર,
વસંત નો વહેતો શીતળ સમીર હદયમાં જો જગ્વે પીડાના સૂર
તો મને યાદ કરજે તું ….
લીલાછમ પાંદડે હસતું ઝાંકળમેહ વરસાવતું કોઇ કાજળિયું વાદળ,
કરી મૂકે તને જો વિરહથી વિહવળ
તો મને યાદ કરજે તું….
નિકટનું સ્વજન જો દિલ ક્યાંક તોડે,
અડધી સફરે જો સંગ – સાથ છોડે



તો ય મને યાદ કરજે તું….




આભાર તારો કે આવી મિત્રતા આપી,

આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,

દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,

પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી...

કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,

મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,

નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,

આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અતૂટતા આપી,

હું અપૂર્ણ તમારી મિત્રતા વિના,

તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી......



દોસ્તી વિશે એક વાક્યમાં એક વિદ્વાને લખેલું કે, ‘જો તમારે દુશ્મનો જોઈતા હોય તો બીજાથી ચપળ થઈને ટપી જાઓ. પણ જો તમારે મિત્રો જોઈતા હોય તો તેને તમારાથી આગળ થઈ જવા દો’ આ સ્પર્ધાત્મક જગતમાં પૈસા બનાવવા સહેલા છે પણ મિત્ર બનાવવા અઘરા છે. પૈસાથી દોસ્ત ખરીદી શકાતો નથી. પૈસાથી ખરીદાયેલો દોસ્ત વધુ પૈસાથી ખરીદાઈ જાય છે. ખલિલ જિબ્રાન જેવા ફિલસૂફે કહ્યું છે કે, ‘કશુંક આપવાથી મિત્ર બનતો નથી. તમારી માલિકીની કોઈ ચીજ આપો તેનાથી મિત્ર બનાવી શકાતો નથી. તમે નિષ્ઠાપૂર્વક તમારી આખી જાત આપો ત્યારે જ સાચો મિત્ર મળે છે.’ – પણ બધાને સાચા મિત્ર મળતા નથી. ખરો મિત્ર મેળવવા માટે પોતે ખરા બનવું જોઈએ. સાચો મિત્ર એ જ છે જ્યારે આખી દુનિયા છોડીને ચાલી જાય ત્યારે મિત્ર તમારી પાસે આવે છે. મારી દષ્ટિએ સાચો મિત્ર એ છે કે જે આપણી મૂંઝવણ અને નિરાશામાં કંઈ સલાહ આપવાને બદલે બોલ્યા વગર દિલાસો આપે


જીવનમાં મિત્ર ના હોત તો !
આ જીવનને જીવન કેમ કહેવું?
મિત્રતા એક એવો દિપ છે કે જેમાં,
બંને એ એકસાથે બળવું જ પડે.
મિત્રતા એક એવો ધોધ કે જેમાં,
પડ્યાં પછી પણ વહેતાં રહેવું પડે.
મિત્રતા એક ખુલ્લું રણ કે જેમાં,
આસ પાસ બધું જ દ્રશ્યમાન છે.
મિત્રતા એક મોટું ઝરણું કે જેમાં,
વહેતાં વહેતાં જીવન જીવી જવાય.
મિત્રતા એક એવો સંબંધ કે જે,
જીવનનો ધબકાર અને શ્વાસ છે.
એટલે જ મિત્રોથી જીવું છું હું કે જે,
મારા માટે જીવાનો આધાર અને પ્રાણ છે.





ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે,
ભૂલો તો ઘણી કરી છે, પણ મને માફ કરજે,

દોસ્તી ના દાખલા માંથી નારાજગી ને બાદ કરજે,
રાહ જોઇશ ORKUT માં તમારી ,
આવીને ત્યાં મારી ફરીયાદ કરજે,

જેવો છુ એવો ન હતો પહેલા ,
એ સમજાય ત્યારે મને સાદ કરજે,

દુનિયામાં કેટલીયે દોસ્તી તૂટે છે અને તૂટતી રહેવાની,
પણ મિત્રતા ની મિસાલમાં તો આપણી દોસ્તી નું જ નામ કરજે,

જ્યારે પણ એકાંત માં યાદ મારી આવે ,
બસ એક પ્યારીસી SMILE કરજે......


No comments:

Post a Comment