છોકરી ને પ્રપોઝ કરે ત્યારે સામે છોકરી ના શું જવાબો હોઇ શકે.. ? એમાના કેટલાક જવાબો અહિ છે.
1) ના.. ( જાણે આ એક જ શબ્દ આવડતો હોય! )
2) મે ક્યારેય નહ્તુ વિચાર્યું કે તમે મારા વિશે આવું વિચરો છો. ( લે.. આ વિચારે પણ છે?! )
3) હું તો તમને કાયમ એક સારા મિત્ર તરીકેજ જોતી હતી અને તમે ? ( બધા નાટક છે )
4) સોરી હું તો પહેલાથી જ એંગેજ છું. ( હા ૧૦ માં ધોરણ માં હતી ત્યારથી જ )
5) હું આવી બધી વાતોમાં નથી માનતી. તારૂ ભણવામાં ધ્યાન લગાવ. ( પોતે ચોરી કરીને પાસ થઇ હશે )
6) હજું હું તમને બરાબર જાણતી નથી. ( resume આપું જાણવા માટે )
7) હું આ સંબન્ધ માટે હજુ પુરી રીતે તૈયાર નથી. ( હજુ ૩૦-૪૦ વર્ષ લાગશે )
8) હું મારી બહેંપણી ને પુછી ને જવાબ આપીશ.. (એમા બહેનપણી ને પુછવાની શું જરૂર છે એ ખબર નથી પડતી )
9 ) આટલી વાત કહેવામાં આટલો બધો ટાઇમ લાગ્યો.
10) તારૂ મોઢું જોયું છે અરીસામાં કોઇ દીવસ ? ( જાણે પોતે રોજ અરીસાની સામેજ બેસી રહેતી હોય )
11) કશું પણ બોલ્યા વગર હસ્યા કરશે ( જાણે એની સામે કોઇ જોકર ઉભો હોય )
No comments:
Post a Comment