Telephone Bill - રહસ્યમય ફોનનું બિલ
**************
રહસ્યમય ફોનનું બિલ :
**************
જેંતીના ઘરનું ફોન બિલ એકવાર બહુ વધુ આવી ગયું.
એટલે ઘરના વડીલ તરીકે તેણે તો રવિવારે સવારમાં બધા જ સભ્યોની મીટીંગ બોલાવી.
જેંતી : આ વખતનું ફોનનું બિલ બહુ જ વધુ આવ્યું છે,
હું તો ઓફિસનો ફોન જ વાપરું છું.
જે પણ આ ફોન વાપરતું હોય તેણે લીમીટમાં વાપરવો જોઈએ.
જેઠી (જેંતીની પત્ની) : સાચી વાત છે, હું પણ ભાગ્યે જ આ ઘરનો ફોન ઉપયોગમાં લઉં છું, બાકી તો સ્કૂલનો ફોન જ વાપરું છું.
જમરૂ (જેંતીનો છોકરો) : હું પણ ! ઘરનો ફોન ક્યારેય વાપરતો નથી. કંપનીનો મોબાઈલ જ વાપરું છું.
બધા જ આશ્ચર્યમાં પડી ગયા અને બાજુમાં કેટલા સમયથી શાંત ઉભેલી તેની કામવાળી,
જે બધું સાંભળતી હતી તેના તરફ શકની નજરે તેઓ બધા જોવા લાગ્યા.
કામવાળી ( બિન્દાસ થઇ ને ) :
“અરે વાહ ! આતો કેટલું સારું કેવાય કે આપણે બધા જ સરખા !!
બધા પોતપોતાના ઓફીસના ( work place ) જ ફોન વાપરીએ છીએ.”
Hit "Like" & "Share" if this makes U Laugh :)
*************************
Visit www.devharsh.tk for more fun !
No comments:
Post a Comment