Happy Maha Shivratri..
Har Har Mahadev..
Om Namah Shivay..
=> ભગવાન શંકરની ઉપાસના માટે ઉત્તમ દિવસ ગણાતા મહાશિવરાત્રિ પર્વની ઉજવણી માટે લગભગ દરેક શહેરના શિવમંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
=> ધાર્મિક રીતે અતિમહત્ત્વપૂર્ણ એવા મહાશિવરાત્રિ પર્વને કારણે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરોમાં ઘીના કમળ, શિવલિંગ અને શિવજીના નિર્માણની તૈયારી ચાલી રહી છે.
=> શિવમંદિરોમાં પર્વની ભવ્ય ઉજવણી માટે વિવિધ આયોજનો કરી રાખ્યાં છે. જ્યારે ધાર્મિક સંગઠનોએ મહાશિવરાત્રિએ રુદ્રાભિષેક, બીલીપત્રના અભિષેક સહિતની તૈયારીઓ આરંભી દીધી છે. વધુમાં, ચાલુ વર્ષે મહાશિવરાત્રિ પર્વ અને સોમવારનો અનોખો સંયોગ જોવા મળી રહ્યો છે. શિવજીનો પ્રિય દિવસ સોમવાર એટલે કે આજના દિવસે મહાશિવરાત્રિ પર્વ હોવાથી શિવભક્તોનો ઉત્સાહ બેવડાયો છે.
-------------------------- -------------------------- -------------------------- -------------------
=>>> હિન્દુ ધર્મગ્રંથો પ્રમાણે વેદમાં ત્રણ મહાન રાત્રિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કાલરાત્રિ એટલે કે કાળીચૌદશ, મોહરાત્રિ એટલે કે જન્માષ્ટમી અને મહારાત્રિ એટલે કે શિવરાત્રિનો સમાવેશ થાય છે.
=> શિવરાત્રિને ભગવાન શંકરને સર્મિપત કરવાના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. દર મહિનાની વદ ચૌદશ શિવરાત્રિ કહેવાય છે. મહા વદ ચૌદશ પણ ખરેખર શિવરાત્રિનું જ પર્વ છે.
=> મહા મહિનામાં આવતી ચૌદશની મહાશિવરાત્રિ પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મહાશિવરાત્રિએ દ્વાપર યુગનો પ્રારંભ થયો હોવાનું માનવામાં આવે છે. પ્રથમ જ્યોર્તિલિંગ પણ મહાશિવરાત્રિએ જ પ્રગટ થયું હતું.
=> જ્યારે સોમવારને શિવજીનો પ્રિય દિવસ ગણવામાં આવે છે. ચાલુ વર્ષે મહાશિવરાત્રિ અને સોમવારનો સંગમ સર્જાયો છે. જેને કારણે શિવભક્તોની ખુશી બેવડાઇ છે.
જય ભોલેનાથ....
જય શિવ શંકર ...
Har Har Mahadev..
Om Namah Shivay..
=> ભગવાન શંકરની ઉપાસના માટે ઉત્તમ દિવસ ગણાતા મહાશિવરાત્રિ પર્વની ઉજવણી માટે લગભગ દરેક શહેરના શિવમંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
=> ધાર્મિક રીતે અતિમહત્ત્વપૂર્ણ એવા મહાશિવરાત્રિ પર્વને કારણે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરોમાં ઘીના કમળ, શિવલિંગ અને શિવજીના નિર્માણની તૈયારી ચાલી રહી છે.
=> શિવમંદિરોમાં પર્વની ભવ્ય ઉજવણી માટે વિવિધ આયોજનો કરી રાખ્યાં છે. જ્યારે ધાર્મિક સંગઠનોએ મહાશિવરાત્રિએ રુદ્રાભિષેક, બીલીપત્રના અભિષેક સહિતની તૈયારીઓ આરંભી દીધી છે. વધુમાં, ચાલુ વર્ષે મહાશિવરાત્રિ પર્વ અને સોમવારનો અનોખો સંયોગ જોવા મળી રહ્યો છે. શિવજીનો પ્રિય દિવસ સોમવાર એટલે કે આજના દિવસે મહાશિવરાત્રિ પર્વ હોવાથી શિવભક્તોનો ઉત્સાહ બેવડાયો છે.
--------------------------
=>>> હિન્દુ ધર્મગ્રંથો પ્રમાણે વેદમાં ત્રણ મહાન રાત્રિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કાલરાત્રિ એટલે કે કાળીચૌદશ, મોહરાત્રિ એટલે કે જન્માષ્ટમી અને મહારાત્રિ એટલે કે શિવરાત્રિનો સમાવેશ થાય છે.
=> શિવરાત્રિને ભગવાન શંકરને સર્મિપત કરવાના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. દર મહિનાની વદ ચૌદશ શિવરાત્રિ કહેવાય છે. મહા વદ ચૌદશ પણ ખરેખર શિવરાત્રિનું જ પર્વ છે.
=> મહા મહિનામાં આવતી ચૌદશની મહાશિવરાત્રિ પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મહાશિવરાત્રિએ દ્વાપર યુગનો પ્રારંભ થયો હોવાનું માનવામાં આવે છે. પ્રથમ જ્યોર્તિલિંગ પણ મહાશિવરાત્રિએ જ પ્રગટ થયું હતું.
=> જ્યારે સોમવારને શિવજીનો પ્રિય દિવસ ગણવામાં આવે છે. ચાલુ વર્ષે મહાશિવરાત્રિ અને સોમવારનો સંગમ સર્જાયો છે. જેને કારણે શિવભક્તોની ખુશી બેવડાઇ છે.
જય ભોલેનાથ....
જય શિવ શંકર ...
No comments:
Post a Comment