Monday, February 20, 2012

Happy Mahashivratri - How billypatra came to existence

Happy Mahashivratri - How billypatra came to existence
બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષાના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે. તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે, તેમાં ઉચ્ચતર જ્ઞાનભંડાર છે, અને થડને વિશે વેદાન્તના અર્કની અભિવ્યક્તિ છે.

બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે, તેમાંની એક ઉલ્લેખનીય છે:
=======================================

એક વખતે તે જ્યારે ગંધર્વરાજ પુષ્પદંત સૂક્ષ્મ રીતે આકાશગમન કરી રહ્યા હતા ત્યારે તેમની નજર ચિત્રરથ નામના રાજાના ઉદ્યાન પર પડી. પુષ્પોની સુગંધથી લાલચિત પુષ્પદંતે ઉદ્યાનમાં પ્રવેશ કરી ભગવાનની પૂજા માટે બધા ફૂલો વીણી લીધા. બીજા દિવસે પણ આ ક્રમ ચાલુ રહ્યો. ધીમે ધીમે આ આદત પડી ગઈ. આમ સુગંધી ફૂલોની ચોરી થવાથી રાજા ચિત્રરથે ચોરને પકડવા ઉપાય શોધી કાઢ્યો. તેણે શિવજીને અર્પણ કરેલા પુષ્પો તથા બિલિપર વેરાવ્યા.

રોજના નિયમ મુજબ પુષ્પદંત તે દિવસે પણ બાગમાં સુગંધી પુષ્પ ચૂટવા લાગ્યા. પોતાના કાર્યમાં મશગુલ પુષ્પદંતને પથરાયેલા શિવનિર્માલ્ય પુષ્પ તથા બિલિપત્ર પ્રત્યે ધ્યાન ગયું નહી. અજાણતા શિવ નિર્માલ્યને ઓળંગી શિવ અપરાધી બન્યા. પરિણામે અંતર્ધ્યાન – અદૃશ્ય થવાની શક્તિ હણાઈ ગઈ.

જેવા દૃશ્યમાન થયા કે છુપાયેલા રાજાના સિપાઈઓએ તેમને પકડી લીધા. પુષ્પદંતને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પોતાની ભૂલ સુધારવા માટે ભગવાન શંકરને પુનઃ પ્રસન્ન કરવા તેમણે શિવજીની જે સ્તુતિ કરી તે ‘શિવમહિમ્ન સ્તોત્ર’ કહેવાયું. અને કહેવાય છે કે પુષ્પદંતની આ સ્તુતિથી પ્રભુ પ્રસન્ન થયા અને પુષ્પદંતે દૈવી શક્તિ પુનઃ પ્રાપ્ત કરી

બીલીપત્રો કેટલીક વખત અપ્રાપ્ય હોય છે. ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બીલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે.

બિલ્વ વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે. આથી બીલી પત્રોનો મહિમા બહુ જ મોટો છે.

- બીલી પત્રો દ્વારા ભગવાન શંકરનું પૂજન કરાય છે.
- બીલી પત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી.
- બિલ્વ વૃક્ષના મૂળમાં શિવ-પાર્વતીનો વાસ છે.
- આ વૃક્ષની શાખાઓમાં મહેશ્વરી વસે છે.
- આ વૃક્ષના પત્રોમાં પાર્વતીજી વસે છે.
- ફળમાં કાત્યાયનીનો વાસ છે.
- આ વૃક્ષની છાલમાં ગૌરીનો વાસ છે.
- આ વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે.
- બિલ્વ વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે.
- આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે.

No comments: