IT companies developing outside Gujarat
ભારતની ટેક્નોલોજી કંપનીઓ અન્ય રાજ્યોનાં પ્રથમ શ્રેણીનાં
શહેરોમાં ડેવલપમેન્ટ કેન્દ્રો સ્થાપીને વિસ્તરણ કરી રહી છે
.
નાના ગ્રાહકો અને ઓછાં મૂલ્યોના એપ્લિકેશન્સને
છોડીને તેઓ વધુ મોટા ગ્રાહકો મેળવવા માટે સક્રિય છે
જેમાં તેમને વધુ માર્જિન મળે છે તથા વૈશ્વિક હાજરી
નોંધાવી શકાય છે . કંપનીઓનું કહેવું છે કે મોટાં
શહેરોમાં કેન્દ્રો સ્થાપીને મોટા પ્રોજેક્ટ માટે વધુ કુશળ
વ્યાવસાયિકોની ભરતી કરી શકાય છે .
અમદાવાદ સ્થિત
ઇન્ફોસ્ટ્રેચે તાજેતરમાં પૂણેમાં એન્ટરપ્રાઇઝ ક્લાસ મોબાઇલ
અને ક્વોલિટી એસ્યોરન્સ સોલ્યુશન્સ માટે ટેક્નોલોજી ડેવલપમેન્ટ
અને ટેસ્ટ સેન્ટર શરૂ કર્યું હતું . કંપની સેલફોન ,
ઓટોમેશન અને સર્ટિફિકેશન માટે ક્લાઉડ આધારિત રિમોટ
ટેસ્ટિંગમાં સક્રિય છે .
કંપનીના ડિરેક્ટર (
એન્ટરપ્રાઇઝ મોબિલિટી ) અશોક કારણિયાએ જણાવ્યું હતું કે
કંપનીએ ગુજરાતમાં વૃદ્ધિ કરી છે અને ઉચ્ચ મૂલ્યના
પ્રોજેક્ટ માટે ગુજરાત બહાર કેન્દ્રોની જરૂર છે . કંપની
અમદાવાદ ખાતે તેનાં બે કેન્દ્રોમાં 250 કર્મચારી ધરાવે
છે .
કારણિયાએ કહ્યું હતું કે , બહુ ઓછા
પ્રતિભાશાળી અને અનુભવી વ્યાવસાયિકો અમદાવાદ આવવા તૈયાર છે
. અમારે મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચવું હોય તો
પ્રથમ શ્રેણીનાં શહેરોમાં જ જવું પડશે . અમારે એક
સપ્તાહમાં એક ડઝન લોકોની જરૂર હોય તો તે મોટાં શહેરોમાં
મળી શકશે .
નેશનલ એસોસિયેશન ઓફ સોફ્ટવેર
કંપનીઝ ( નાસકોમ ) અને કન્સલ્ટન્સી કંપની એ ટી કર્નીએ
નક્કી કરેલાં ધોરણો પ્રમાણે બેંગલોર , હૈદરાબાદ ,
ચેન્નાઈ , મુંબઈ , એનસીઆર અને કોલકાતા પ્રથમ શ્રેણીનાં
આઇટી શહેરો છે .
સિક્યોરિટી સોલ્યુશન્સ કંપની
એલિટકોરે ગયા વર્ષે એન્ટરપ્રાઇઝ ક્લાસ ઓફરિંગ માટે
બેંગલોરમાં કેન્દ્ર સ્થાપ્યું હતું . કંપનીના સીઇઓ હેમલ
પટેલ માને છે કે મોટા આઇટી શહેરો કુશળ માનવબળ પૂરું
પાડી શકે છે . પટેલે કહ્યું હતું કે , નાનાં અને
મોટાં કેન્દ્રોમાં એટ્રિશનનું પ્રમાણ ઊંચું છે , પરંતુ
બેંગલોર જેવા શહેરોમાં ભરતીની સમસ્યા નથી .
વડોદરા
સ્થિત વીબી સોફ્ટ પણ વિસ્તરણ માટે બેંગલોર , મુંબઈ
અને ગુડગાંવ પર નજર દોડાવી રહી છે . તેણે રિટેલ અને
ઇ - ગવર્નન્સ જેવા સેક્ટર માટે ' સ્માર્ટસર્વ '
પ્રોડક્ટ વિકસાવ્યું છે .
કંપનીના ડિરેક્ટર વિવેક
ઓગ્રાએ જણાવ્યું હતું કે મોટા ભાગના ક્લાયન્ટનાં વડાંમથકો
મોટાં શહેરોમાં છે તેથી આ શહેરોમાં સેટેલાઇટ કેન્દ્ર
રાખવા યોગ્ય છે . અમદાવાદની ઘણી કંપનીઓ ઘણું સારું કામ
કરે છે , પરંતુ તેમના ગ્રાહકો બીજી જગ્યાએ આવેલા છે
તેથી ત્યાં ઓફિસ સ્થાપવામાં આવે તે તાર્કિક પગલું છે .